Add parallel Print Page Options

અવિશ્વાસીઓને ઈસુની ચેતવણી

(લૂ. 10:13-15)

20 ઈસુએ જ્યાં જ્યાં તેનાં મોટા ભાગનાં પરાક્રમી કાર્યો કર્યા હતાં, તે નગરોની ટીકા કરી કારણ કે લોકો પોતાના જીવનમાં પરિવર્તન લાવ્યા નહિ. અને પાપકર્મો કરવાનું છોડ્યું નહિ. 21 ઈસુએ કહ્યું, “ઓ ખોરાઝીન[a] તને હાય! હાય! ઓ બેથસૈદા તને હાય! હાય! જો આ પરાક્રમો મેં દુષ્ટ એવા તૂર અને સિદોન[b] ના નગરોમાં કર્યા હોત તો ત્યાંના લોકોએ પસ્તાવો કર્યો હોત અને તેમના પર ટાટ તથા રાખ[c] નાખીને બતાવ્યું હોત કે તેઓ તેમના પાપોને માટે દુ:ખી હતાં. 22 પણ હું તમને કહું છું કે ન્યાયના દિવસે તૂર અને સિદોનને આકાશ જેટલી ઊંચી પદવીએ પહોંચાડાશે.

23 “ઓ કફર-નહૂમ, શું તું એમ માને છે કે તને ઉચ્ચ પદ માટે આકાશમાં લઈ જવામાં આવશે? ના! તને તો હાદેસના ખાડામા નાખવામા આવશે તારામાં જે ચમત્કારો થયા તે જો સદોમમાં થયા હોત તો તે નગર આજ સુધી ટકી રહ્યું હોત. 24 હું કહું કે, ન્યાયના દિવસે સદોમની હાલત તારાં કરતા સારી હશે.”

Read full chapter

Footnotes

  1. 11:21 ખોરાઝીન બેથસૈદા, કફર-નહૂમ ગાલીલ સરોવર પાસેના નગરો જયાં ઈસુ લોકોને બોધ કરતો હતો.
  2. 11:21 તૂર અને સિદોન લેબેનોનમાંના નગરો જ્યાં ખૂબ ખરાબ લોકો રહેતા હતા.
  3. 11:21 ટાટ તથા રાખ તે દિવસોમાં શોક વ્યક્ત કરવા ટાટના મોટા વસ્ત્રો પહેરતા અને શરીર પર રાખ લગાવતા.