Add parallel Print Page Options

ઈસુ ખ્રિસ્તનો જન્મ

(લૂ. 2:1-7)

18 ઈસુ ખ્રિસ્તની મા મરિયમ હતી. ઈસુના જન્મ વિષેની હકીકત આ પ્રમાણે છે. તેની મા મરિયમની સગાઈ યૂસફ સાથે થઈ હતી. લગ્ન પહેલા મરિયમને ખબર પડી કે તે પવિત્ર આત્માથી ગર્ભવતી થઈ છે. 19 મરિયમનો પતિ યૂસફ, ખૂબજ ભલો માણસ હતો, તે જાહેરમાં મરિયમને લજ્જિત કરવા ઈચ્છતો ન હતો તેથી તેણે છૂટાછેડા આપવાનું ગુપ્ત રીતે નક્કી કર્યુ.

20 જયારે તે આ બાબતનો વિચાર કરતો હતો ત્યારે તેને પ્રભુનો દૂત દેખાયો. દૂતે કહયું કે, “યૂસફ દાઉદના દીકરા[a] તું મરિયમને તારી પત્ની તરીકે સ્વીકીરવામાં જરા પણ અચકાઈશ નહિ કારણ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી[b] છે. 21 તે દીકરાને જન્મ આપશે અને તું તેનું નામ ઈસુ[c] પાડશે. તેને એવું નામ આપજે કારણ કે તે પોતાના લોકોને તેમના પાપોમાંથી મુક્ત કરશે.”

22 આ બધુ તેને થશે કારણ કે પ્રબોધકો દ્વારા પ્રભુએ કહેલું ભવિષ્ય કથન પરિપૂર્ણ થાય. 23 “જુઓ, કુંવારી ગર્ભવતી થશે, તેને એક દીકરો જન્મશે અને તેનું નામ ઈમ્માનુએલ પાડવામાં આવશે.”(A) (ઈમ્માનુએલ એટલે “દેવ આપણી સાથે છે.”)

24 જયારે યૂસફ જાગ્યો, ત્યારે પ્રભુના દૂતના આદેશને અનુસર્યો અને મરિયમને તેની પત્ની તરીકે સ્વીકારી ઘરે તેડી લાવ્યો. 25 પરંતુ મરિયમે દીકરાને જન્મ આપ્યો ત્યાં સુધી યૂસફે તેને જાણી નહિ. તેણે તેનું નામ ઈસુ પાડ્યું.

Read full chapter

Footnotes

  1. 1:20 દાઉદના દીકરા દાઉદના કૂળનો વ્યક્તિ, ઈસ્રાએલનો ખ્રિસ્ત પહેલા 1,000 વર્ષ પહેલાનો રાજા.
  2. 1:20 પવિત્ર આત્મા દેવનો આત્મા કહેવાય છે, ખ્રિસ્તનો આત્મા અને સંબોધક વિગેરે નામથી પણ ઓળખાય છે. દેવ અને ખ્રિસ્ત સાથે જોડાએલ, તે જગતમાં લોકો મધ્યે દેવનું કાર્ય કરે છે.
  3. 1:21 ઈસુ ઈસુ નામનો અર્થ “તારણ.”