Add parallel Print Page Options

69 દાસીએ પિતરને ત્યાં જોયો. ફરીથી તે દાસીએ લોકોને જેઓ ત્યાં ઊભા હતા તેઓને કહ્યું, “આ માણસ પેલા લોકોમાંનો એક છે જે ઈસુની પાછળ ગયો છે.” 70 ફરીથી પિતરે કહ્યું, તે સાચું નથી.

થોડાક સમય પછી કેટલાક લોકો પિતરની નજીક ઊભા હતા, તે લોકોએ કહ્યું, “તું તે લોકોમાંનો એક છે જે ઈસુને અનુસર્યો છે. તું ગાલીલથી ઈસુની જેમ જ આવ્યો છે.”

71 પછી પિતરે શાપ આપવાની શરૂઆત કરી. તેણે દ્રઢતાથી કહ્યું, “હું દેવના સોગન ખાઇને કહું છું કે આ માણસને હું ઓળખતો નથી.”

72 પિતરના આમ કહ્યાં પછી મરઘો બીજી વાર બોલ્યો, પછી ઈસુએ તેને જે કહ્યું હતું તે પિતરે યાદ કર્યું. “મરઘો બે વાર બોલ્યા અગાઉ તું ત્રણ વખત કહીશ કે તું મને ઓળખતો નથી.” પછી પિતર ઘણો દિલગીર થયો અને તે પર મન લગાડીને રડ્યો.

Read full chapter