Add parallel Print Page Options

આદમના પરિવારનો ઈતિહાસ

આ પ્રકરણ આદમના પરિવારનો આ ઇતિહાસ છે. દેવે મનુષ્યને પોતાના સ્વરૂપમાં જ બનાવ્યો. દેવે એક પુરુષ અને એક સ્ત્રીને બનાવ્યાં. જે દિવસે દેવે એમને બનાવ્યા ત્યારે તેઓને આશીર્વાદ આપ્યા અને એમનું નામ આદમ રાખ્યું.

જયારે આદમ 130 વર્ષનો થયો, ત્યારે તે એક બીજા બાળકનો પિતા બન્યો. તે પુત્ર બરાબર આદમ જેવો જ દેખાતો હતો. આદમે તે પુત્રનું નામ શેથ પાડયું. શેથના જન્મ પછી આદમ 800 વર્ષ સુધી જીવ્યો. તે સમય દરમ્યાન તેને બીજા પુત્ર અને પુત્રીઓ થયાં. આમ, આદમ એકંદરે 930 વર્ષ જીવ્યો, અને પછી મૃત્યુ પામ્યો.

જયારે શેથ 105 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં અનોશનો જન્મ થયો. અનોશના જન્મ પછી શેથ 807 વર્ષ જીવ્યો અને તેને બીજા પુત્રપુત્રીઓ થયાં. આમ, શેથનું એકંદરે આયુષ્ય 912 વર્ષનું હતું. પછી તેનું મરણ થયું.

અનોશ જયારે 90 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં કેનાન જન્મ્યો. 10 કેનાનના જન્મ પછી અનોશ 815 વર્ષ જીવ્યો અને તેને બીજા પુત્રપુત્રી થયાં. 11 આમ, અનોશનું એકંદરે આયુષ્ય 905 વર્ષનું હતું. પછી તેનું મરણ થયું.

12 જયારે કેનાન 70 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં માંહલાલએલ જન્મ્યો. 13 માંહલાલએલના જન્મ પછી કેનાન 840 વર્ષ જીવ્યો, અને તેને બીજા પુત્રપુત્રી થયાં. 14 આમ, કેનાનનું કુલ આયુષ્ય 910 વર્ષનું હતું ત્યારબાદ તેનું મરણ થયું.

15 જયારે માંહલાલએેલ 65 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં યારેદનો જન્મ થયો. 16 યારેદના જન્મ પછી માંહલાલએલ 830 વર્ષ જીવ્યો, અને તેને બીજા પુત્રપુત્રી થયાં. 17 આમ, માંહલાલએલનું કુલ આયુષ્ય 895 વર્ષનું હતું. ત્યારબાદ તેનું મરણ થયું.

18 જયારે યારેદ 162 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં એક હનોખ નામનો બાળક જન્મ્યો. 19 હનોખના જન્મ પછી યારેદ 800 વર્ષ જીવ્યો અને તેને બીજા પુત્રપુત્રી થયાં. 20 આમ, યારેદ કુલ 962 વર્ષ જીવ્યો અને પછી મરણ પામ્યો.

21 જયારે હનોખ 65 વર્ષનો થયો ત્યારે તેને ત્યાં મથૂશેલાહનો જન્મ થયો. 22 મથૂશેલાહના જન્મ પછી 300 વર્ષ સુધી “હનોખ” દેવની સાથે સાથે ચાલ્યો, અને તેને બીજા પુત્રપુત્રી થયાં. 23 આમ, હનોખ કુલ 365 વર્ષ જીવ્યો. 24 એક દિવસ હનોખ દેવની સાથે ચાલી રહ્યો હતો, ત્યારે તે એકદમ અદ્રશ્ય થઈ ગયો; કેમ કે, દેવે તેને લઇ લીધો.

25 જયારે મથૂશેલાહ 187 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં લામેખનો જન્મ થયો. 26 લામેખના જન્મ પછી મથૂશેલાહ 782 વર્ષ જીવ્યો, ને તેને બીજા પુત્રપુત્રી થયાં. 27 આમ, મથૂશેલાહ કુલ 969 વર્ષ જીવ્યા પછી મરણ પામ્યો.

28 જયારે લામેખ 182 વર્ષનો થયો, ત્યારે તે એક પુત્રનો પિતા બન્યો. 29 લામેખના પુત્રનું નામ નૂહ રાખ્યું. લામેખે કહ્યું, “અમે ખેડૂત લોકો ઘણી સખત મહેનત કરીએ છીએ કારણ કે દેવે ભૂમિને શ્રાપ આપ્યો છે. પરંતુ નૂહ અમને લોકોને મહેનતમાંથી દિલાસો આપશે.”

30 નૂહના જન્મ પછી લામેખ 595 વર્ષ જીવ્યો, ને તેને બીજા પુત્રપુત્રી થયાં. 31 આમ, લામેખનું કુલ આયુષ્ય 777 વર્ષનું હતું; ત્યાર પછી તેનું મરણ થયું.

32 જ્યારે નૂહ 500 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં શેમ, હામ અને યાફેથનો જન્મ થયો.

From Adam to Noah

This is the written account(A) of Adam’s family line.(B)

When God created mankind, he made them in the likeness of God.(C) He created them(D) male and female(E) and blessed them. And he named them “Mankind”[a] when they were created.

When Adam had lived 130 years, he had a son in his own likeness, in his own image;(F) and he named him Seth.(G) After Seth was born, Adam lived 800 years and had other sons and daughters. Altogether, Adam lived a total of 930 years, and then he died.(H)

When Seth had lived 105 years, he became the father[b] of Enosh.(I) After he became the father of Enosh, Seth lived 807 years and had other sons and daughters. Altogether, Seth lived a total of 912 years, and then he died.

When Enosh had lived 90 years, he became the father of Kenan.(J) 10 After he became the father of Kenan, Enosh lived 815 years and had other sons and daughters. 11 Altogether, Enosh lived a total of 905 years, and then he died.

12 When Kenan had lived 70 years, he became the father of Mahalalel.(K) 13 After he became the father of Mahalalel, Kenan lived 840 years and had other sons and daughters. 14 Altogether, Kenan lived a total of 910 years, and then he died.

15 When Mahalalel had lived 65 years, he became the father of Jared.(L) 16 After he became the father of Jared, Mahalalel lived 830 years and had other sons and daughters. 17 Altogether, Mahalalel lived a total of 895 years, and then he died.

18 When Jared had lived 162 years, he became the father of Enoch.(M) 19 After he became the father of Enoch, Jared lived 800 years and had other sons and daughters. 20 Altogether, Jared lived a total of 962 years, and then he died.

21 When Enoch had lived 65 years, he became the father of Methuselah.(N) 22 After he became the father of Methuselah, Enoch walked faithfully with God(O) 300 years and had other sons and daughters. 23 Altogether, Enoch lived a total of 365 years. 24 Enoch walked faithfully with God;(P) then he was no more, because God took him away.(Q)

25 When Methuselah had lived 187 years, he became the father of Lamech.(R) 26 After he became the father of Lamech, Methuselah lived 782 years and had other sons and daughters. 27 Altogether, Methuselah lived a total of 969 years, and then he died.

28 When Lamech had lived 182 years, he had a son. 29 He named him Noah[c](S) and said, “He will comfort us in the labor and painful toil of our hands caused by the ground the Lord has cursed.(T) 30 After Noah was born, Lamech lived 595 years and had other sons and daughters. 31 Altogether, Lamech lived a total of 777 years, and then he died.

32 After Noah was 500 years old,(U) he became the father of Shem,(V) Ham and Japheth.(W)

Footnotes

  1. Genesis 5:2 Hebrew adam
  2. Genesis 5:6 Father may mean ancestor; also in verses 7-26.
  3. Genesis 5:29 Noah sounds like the Hebrew for comfort.